“માનું ગીત”

કવિતા હોય કે કલાકૃતિ, પુસ્તક હોય કે નાટક, દરેક સર્જક નામ પોતાનું આપે છે, પણ “મા” જેવું સર્જક કોઇ નથી. સંતાન ને જન્મ આપે છે અને નામ પિતાનું આપે છે.  

“માનું ગીત”

સાંજ નો સમય હતો, પાન ખાવાની તલબ થઇ હતી, ચાલતો ચાલતો ગલીનાં મોડ પર પાનવાળાની દુકાને પહોંચ્યો. બાજુમા મદ્રાસી હોટલ હતી. કોફી પીવાનું મન થયું એટલે હું અંદર ગયો, ખુરશી પર ગોઠવાયો. ગલ્લા પર બેઠેલો માલિક ગ્રામોફોન પર કર્ણાટકી સંગીતની રેકર્ડો વગાડી રહ્યો હતો. એક ખુણામાં મોટો પ્રાયમસ ધમધમતો હતો. કામ કરનારા દક્ષીણનાં શ્યામ છોકરાઓ અંદર અંદર મોટા અવાજે વાત કરી રહ્યા હતા.                   

એટલામાં ચાલુ રેકર્ડ પૂરી થઇ અને બીજી ચડી. મધુર હલક થી એક ગાન શરુ થયું ને હોટલમાં જાણે સન્નાટો છવાઇ ગયો. સ્ટવનો ઘોંઘાટ સંકેલાઇ ગયો, છોકરાઓ શાંત પડી ને જ્યાં ઉભા હતા ત્યાં સ્થિર થઇ ગયા. પેલા ગાનનાં અવાજમાં જાણે સહુ ખોવાઇ ગયા. લાઉડસ્પીકર સાથે મીટ માંડીને ઉભેલા છોકરાઓની આંખમાં ઝાકળ ચમક વર્તાતી હતી. ત્રણેક મીનીટ આવી હવા ચાલી. રેકર્ડ પૂરી થઇ એટલે પાછો સ્ટવનો ધમકારો વધ્યો, ઘોંઘાટ શરુ થઇ ગયો.                                                                                                       પૈસા ચુકવતી વખતે મેં હોટલનાં માલિકને પૂછ્યુ, હમણાં જે રેકર્ડ વાગતી હતી તે તમારી તરફનાં કોઇ જાણીતા ફિલ્મી ગાનની હતી?                                                                                          

એણે કંઇક ઉદાસીનતાથી કહ્યું, “એ ફિલ્મી ગાન નથી, અમારી ભાષાનું એક લોક ગીત છે, અને અમે એને “માનું ગીત” કહીએ છીએ. દુકાળ નાં વરસમાં નાનો દિકરો ગામડેથી શહેરમાં રોટલો રળવા ગયો હોય છે. આરતી ટાણે તુલસી ક્યારે દીવો કરી, દીકરાને સંભારતી માં એ ગીત ગાય છે. કહે છે: દીકરા મારા! નિતીથી ચાલજે. તું જ્યાં હોં ત્યા, આ તુલસી ક્યારાની સાક્ષીએ હું તને આશિષ પાઠવું છુ. તારી મહેનત ફળે. ઇશ્વર તને સાજો નરવો રાખે. મારા લાલ! તું ઘર નો દીવો છે.                                           

“રોજ સંધ્યાકાળે અમે આ રેકર્ડ વગાડીએ છીએ. એ વખતે સહુને મા સાંભરે, ઘર યાદ આવે… એટલે બે મિનીટ કામ થંભી જાય છે.”                  

(રસિક ઝવેરી)                      

Home is where your mom is.

ઝેન

જીવન નું માત્ર બૌધ્ધિક ભાષ્ય નિરર્થક છે. તેના થકી ખંડો સમજી શકાય અખંડ નહી. બૌધ્ધોની ઝેન કેડી એમ માને છે કે સાધક ક્યારેક અનુભવથી બચી જવા મતો અને માન્યતાઓનો સંગ્રહ કરતો જાય છે. સાચ્ચું ઝેન કે જીવન સ્થગિત વિગતો અને વિચારોમાં નહી પણ વહેણમાં છે. ઝેન કોઇ દોડેલ, થાકેલ અને હારેલ ચિત્તનું તત્વજ્ઞાન નથી પણ અવિરત ઊજવાતા જીવનોત્સવ માં ભાગીદારી છે. નિરર્થક નકશાઓ ફેંકીને ચાલી નિકળવુંતે ઝેન છે. ઝેનનો પ્રથમ પાઠ છે કે બધા પાઠો ખંખેરી નાખવા. ખુબ સામાન સાથેજાત્રા ન થાય.

જાપાનમાં મૈજી યુગ (ઇ.સ.૧૮૬૮-૧૯૧૨) દરમ્યાન નાન-ઇન નામનો ઝેન ફકીર થઇ ગયો. તેની પાસે ઝેન વિશે જાણવા મહાવિધાલયના એક વિધ્વાન પ્રાધ્યાપક આવ્યા. નાન-ઇન મઠનાં આંગણામાં બેસી સવારની હળવાશ અને ચા પીતા હતા. તેમણે મહેમાનને પણ પ્યાલો આપ્યો અને પછી કીટલીથીચા રેડતા ગયા. રેડતા ગયા, રેડતા ગયા. પ્યાલો ભરાઇ ગયો.  છલકાવા લાગ્યો પણ તેઓ અટક્યા નહી. પ્રાધ્યાપકથી ન રહેવાયું તેમણે નાન-ઇનને કહ્યુ: “બસ હવે, ચા ઢોળાય છે. પ્યાલામાં સમાય તેમ નથી.” નાન-ઇન કહે: “આ પ્યાલાની જેમ જ તમે પણ તમારા અભિપ્રાયો અને ધારણાઓથી છલકાવ છો – ઉભરાવ છો. તમને હું ઝેન વિશે શી  રીતે જણાવું? પહેલા તમારો પ્યાલો ખાલી તો કરો.”

સાંજે સ્મૃતિની ધૂળ ખંખેરી અને સવારે તાજા બની નવું જીવન આવકારવું તે ઝેન. ઝેન શોધવું એટલે ઘોડા પર બેસી ઘોડો શોધવા નીકળવું. ઝેન વિચારોમાં નહી, ઘટનાઓમાં જીવેછે. ઝેનને જોવા માગશો તો દેખાશે નહી, સાંભળવા માગશો તો સંભળાશે નહી. સ્પર્શવા માગશો તો કળાશે નહી.પણ જો તેને જીવવા માગશો તો તે અઢળક છે. આમ જુઓ તો:

જે સામે હોય તેની ખોજ શેની?

જે સર્વત્ર હોય તેનો સંગ્રહ શેનો?

જે છલોછલ છે તેને જાણવું- સમજવું શું?

(“અનહદ બાની” –સુભાસ ભટ્ટ)

“The Forty Eight Laws of Power” by Robert Greene

 1. Never outshine the master. માલિકથી અધિક ડાહ્યા ક્યારેય ન બનો
 2. Never put too much trust in friends; learn how to use enemies. દોસ્તો પર અતિશય વધુ ભરોસો કદી ન મુકો, શત્રુ નો કેવી રીતે ઉપયોગ કરવો તે શીખો.
 3. Conceal your intentions. તમારા ઇરાદાની ગુપ્તતા જાળવો
 4. Always say less than necessary. સદાયે જરુર કરતા ઓછું બોલવાનું રાખો.
 5. So Much Depends on Reputation – Guard it with your Life. આબરું પર ઘણુ બધુ નિર્ભર રહે છે. તમારા જીવનમાં તે જાળવી રાખો.
 6. Court attention at all costs.
 7. Get others to do the work for you, but always take the credit. પોતાનું કામ કરાવવા લોકો મેળવી લો, પરંતુ કામનો જશ મેળવતા રહો.
 8. Make other people come to you; use bait if necessary. અન્ય લોકોને તમારી પાસે આવતા કરો, જરુર પડે આકર્શણનો ઉપયોગ કરો.
 9. Win through your actions, never through argument. તમારી અસરથી જીતો, દલીલથી કદાપી નહી.
 10. Infection: avoid the unhappy and unlucky. દુ:ખી અને કમનશીબ લોકોથી દુર રહો તે ચેપી છે.
 11. Learn to keep people dependent on you. લોકોને તમારા પર આશ્રિત રહે તે શીખો. 
 12. Use selective honesty and generosity to disarm your victim.
 13. When asking for help, appeal to people’s self-interests, never to their mercy or gratitude.
 14. Pose as a friend, work as a spy. મિત્ર રુપે સ્થાપીત થાવ, કામ કરો જાસુસ તરીકે.
 15. Crush your enemy totally. તમારા દુશ્મનનું સંપુર્ણ કાશળ કાઢો.  
 16. Use absence to increase respect and honor. ગેરહાજરીનો ઉપયોગ આદર અને માન વધારવા કરો. 
 17. Keep others in suspended terror: cultivate an air of unpredictability. લોકોને આશંકિત ભયમાં રાખો, અનિશ્ચીતતા ની માહોલ બનાએ રાખો.  
 18. Do not build fortresses to protect yourself. Isolation is dangerous. સુરક્ષા માટે કિલ્લા ન બનાવો. એકાંત ખતરનાક છે. 
 19. Know who you’re dealing with; do not offend the wrong person. ખ્યાલ રહે કે કોની સાથે વ્યવહાર કરી રહ્યા છો, ખોટા માણસનાં દોષ નાં કાઢો.
 20. Do not commit to anyone. કોઇ પણ સાથે વચનબધ્ધ ન રહો.
 21. Play a sucker to catch a sucker: play dumber than your mark.
 22. Use the surrender tactic: transform weakness into power. છોડી દેવાનાં ઉપયોગથી કમજોરીને તાકાતમાં પરિવર્તિત કરો. 
 23. Concentrate your forces. તમારી તાકત એકાગ્ર કરો.
 24. Play the perfect courtier.
 25. Re-create yourself. પોતાની જાતનું પુન: સર્જન કરતા રહો.
 26. Keep your hands clean. નિષ્કલંકીત બની રહો.
 27. Play on people’s need to believe to create a cultlike following.
 28. Enter action with boldness. હિંમતથી પ્રવૃત્તિમાં સામેલ થાવ.
 29. Plan all the way to the end. આયોજન સઘળું કરો આરંભ થી તે અંત સુધી.
 30. Make your accomplishments seem effortless. તમારી સિધ્ધી સંઘર્ષ વિહોણી દેખાય તેમ બનાવો.
 31. Control the options: get others to play with the cards you deal. વિકલ્પો નિયંત્રીત કરો, તમે બાંટેલા કાર્ડસથી જ લોકો રમે તેમ કરો.
 32. Play to people’s fantasies. લોકોની કલ્પના જોડે રમો.
 33. Discover each man’s thumbscrew.
 34. Be royal in your fashion: act like a king to be treated like one. તમારી ફેશનમાં રાજવી સમા બની રહો. રાજાની જેમ વર્તો જેથી તેવી સરભરા સાંપડે.
 35. Master the art of timing. સમયની કળામાં માહેર બનો.
 36. Disdain things you cannot have: Ignoring them is the best revenge.
 37. Create compelling spectacles.
 38. Think as you like but behave like others.
 39. Stir up waters to catch fish.
 40. Despise the free lunch.
 41. Avoid stepping into a great man’s shoes. મહાન માણસનાં પેગડામાં પગ ના રાખો.
 42. Strike the shepherd and the sheep will scatter. ભરવાદ પર ધુંસ બોલાવશો તો ઘેંટા તીતર બીતર થઇ જશે.  
 43. Work on the hearts and minds of others.લોકોનાં દિલ અને દિમાગ પર રાજ કરો.
 44. Disarm and infuriate with the mirror effect. 
 45. Preach the need for change, but never reform too much at once. પરિવર્તનની જરુરીયાત પર ઉપદેશ આપો. પરંતુ ઘણા બધા સુધારા એક સાથે ન કરો.
 46. Never appear perfect. સંપૂર્ણ કદાપી ન દેખાઓ.
 47. Do not go past the mark you aimed for; in victory, learn when to stop.
 48. Assume formlessness.[11]

Time is Vital Resource

:ટાઇમ મેનેજમેન્ટ અને હેલ્થ મેનેજમેન્ટ:

ડો. હેરીસ (યુ.એસ.એ.) પ્રખ્યાત વૈજ્ઞાનિક છે. તેમણે પ્રસિધ્ધ કરેલ રિપોર્ટ માં ચોખ્ખુ જણાવ્યુછે કે ભણેલા વધારે અને અભણ ઓછા પણ, સૌ કોઇ ઓછા વત્તા પ્રમાણમાં ટાઇમ મેનેજમેન્ટ  કરી શકતા નથી, પરિણામે હંમેશા ટેન્શનમાં હોય છે, જેને કારણે હાઇપર ટેન્શનનો ભોગ બને છે. ટાઇમ મેનેજ ન કરી શકવાનાં કારણે તેઓમાંનાં ઘણા અવિચારી પગલાંપણ ભરી લે છે. પરિણામે કોઇ વાર આવા લોકોને હાર્ટ એટેક પણ આવે છે. રોજ ની ૩૦ થી ૪૦ મીનીટ ને તે કોઇ હોંશે હોંશે કરી શકે       તેવી હાસ્ય થેરપી ની કસરત કરવાનો પણ સમય નથી કારણ કે એ હંમેશ રઘવાટ માં હોય છે.

ટાઇમ મેનેજમેન્ટ અને હેલ્થ મેનેજમેન્ટ એ રીતે એક બીજાની સાથે સંકળાયેલ છે. ટાઇમ મેનેજમેન્ટ માટે થોડી ચુચનાઓ ધ્યાન રાખો:

૧. સવાર નો ખુબજ અગત્યનો સમય છાપા વાંચવામાં બગાડશો નહી.

અગત્યનાં સમાચાર પાંચ સાત મીનીટ માં જોઇ લો, રેડીયો પણ સાંભળી શકો.

૨. કશા પણ કામ માટે નીકળ્યા હો ત્યારે એક કામને બદલે બે –ત્રણ કામ પતાવી લો:

જેમ કે શાક ભાજી લેવા ગયા હો ત્યારે નક્કી કરીને કોઇ ની ખબર પણ કાઢી આવો, સમય બચશે.

૩. સવારે પથારીમાં જાગતા અમસ્તા પડ્યા રહેવાની ટેવ કાઢી નાખો.

તરત ઉભા થઇ નિત્ય કર્મ કરવાં માડો.

૪. નાસ્તો કરતા પહેલા અર્ધો કલાક કાઢી સવાર થી સાંજ સુધીનાં કાર્યક્રમ ની નોંધ કરી લો.

કાર્ય કર્યા વગર ન ચાલે તેવા કાર્ય ને અગ્ર સ્થાન આપીને પહેલા સમયસર પુરા કરી લો.

૫. આ અઠવાડીયાનાં કામ ને પછીનાં અઠવાડીયાનાં કામ નાં પ્લાનર માં યોગ્ય રીતે નોંધ કરી લો.

૬. બીજાનાં ઉપર આધાર રાખવાનો હોય તેવા કામ તરતજ પુરા કરો.

૭. ઉત્સાહ માં આવીને ગમે તેને ગમે ત્યારે મળવા માટે નું આમંત્રણ આપો નહી.

૮. ઓફિસમાં કે ઘરમાં ટેલીફોન પર જરુર પુરતી વાત કરવામાં સમય ની બચત થશે.

ખોટા ગપ્પાં મારવામાં સમય ન બગડે.

૯. ટેલીફોન પર આન્સરીંગ મશીન લગાડો, ખોટા ટેલીફોન અને સમય બગાડનાર ફોન માં સમય નહી બગડે. પરંતુ સમય બચશે.

૧૦. ટીવી ઉપર સારા કાર્યક્રમ જુઓ, બે-ત્રણ કલાક સમય બગાડવાનું જરુરી નથી.

૧૧. ૧૫ થી ૩૦ મીનીટ  સમય બચશે ટેન્શન નહી થાય કસરત કરવાનો સમય મળશે અને ખરા અર્થ માં ટાઇમ મેનેજમેન્ટ થકી “હેલ્થ મેનેજમેન્ટ” પણ થઇ શકશે.

મોટા ભાગની વ્યક્તિ કામકાજ અને પરિવાર માં વ્યસ્ત રહેવાનાં કારણે “મી-ટાઇમ” પોતાના માટે સમય ફાળવી શકતી નથી. પોતાના માટે સમય કાઢવાથી જીવન આનંદમય બની રહે છે. એનાથી તાણ માં ઘટાડો થાય છે, ઊંઘ સારી આવે છે, નવી ઉર્જા નો સંચાર થાય છે, જેવા ઘણા ફાયદા થાય છે.

પ્લેટો: જીવનની અંતિમ ક્ષણે:                                                                         

હું તમને બધાને માત્ર ૪ વાત કહેવા ઇચ્છું છું. એમાં પણ ૨ વાત યાદ રાખવાની છે અને

૨ વાત ભુલી જવાની છે.                                                           

પ્રથમ: કોઇએ ગમે તેટલું અહિત કર્યુ હોય એ ભુલી જજો.                                    

બીજી વાત: તમે કોઇનું ગમે તેટલું હિત કર્યુ હોય એ ભુલી જજો.                                 

હવે યાદ રાખવાની ૨ વાત:                                                                         

આ જગત માં જે કંઇ બને છે એ ઇશ્વરની ઇચ્છા અનુસાર બને છે.                                 

બીજી વાત મૃત્યુ નિશ્ચીત છે. એ સદાય માટે યાદ રાખશો.                                  

 “હૈ બહારે બાગ દુનિયા ચંદ રોજ, દેખ લો ઉસકા નજારા ચંદ રોજ.”

વલણ ગર્વ નો અંશ:                                                                        

આર્થર એશ લેજેન્ડરી વિમ્બલડન ખેલાડી, ૧૯૭૩ ના વર્ષમાં હાર્ટ સર્જરી દરમ્યાન

ઇન્ફેક્ટેડ બ્લડ ચડવાનાં કારણે એડ્સનો શિકાર બન્યો અને મૃત્યુ પામ્યો. 

વિશ્વભર માંથી તેનાં ચાહકોનાં પત્રો તેને મળ્યા. જે પૈકી એક પત્ર માં જણાવેલ કે

શા માટે ભગવાને તમારી સાથે આવું કર્યુ અને આ દર્દ આપ્યું?                                     

આર્થરએશે આ અંગે પાઠવેલ પ્રત્યુત્તર અદભુત છે.

દુનીયામાં ૫ કરોડ બાળકો ટેનીશ રમવાનું શરુ કરે છે. અને

૫૦ લાખ પ્રોફેશનલ ટેનીશ માં આગળ વધે છે. જે પૈકી

૫૦ હજાર સરકીટ માં આવે છે. ગ્રાન્ડ સ્લેમ માં ૫ હજાર જાય છે અને

વિમ્બલડન માં ૫૦ પહોંચે છે, ૪ સેમી ફાઇનલમાં, ૨ ફાઇનલમાં,

જ્યારે મારા હાથ માં વિમ્બલડન ટ્રોફી હતી ત્યારે મેં ઇશ્વરને નહોતુ પુછ્યુ કે આ કેમ?

અને આજે દુ:ખમાં મારા થી પ્રભુ ને પુછાય નહી શા માટે?                                   

સુખ થકી તમે મધુર બની રહો છો.

પ્રયત્નો તમને સખત બનાવે છે.

દર્દ થકી તમે માનવ બનો છો. 

નિષ્ફળતા નમ્ર અને સફળતા તમને તેજસ્વી બનાવે છે, પરંતુ માત્ર                           

શ્રધ્ધા અને વલણ થકી તમો આગળ વધતા રહો છો: આર્થર એશ              

યાદ રાખો કે “વલણ સદાયે ગુરુતા નો અંશ છે.” સામ ક્રીસ

     ભગવાન બુધ્ધ નું રાત્રી પ્રવચન ચાલી રહ્યું હતું. તેમનું પ્રવચન સાંભળવા આવેલ શ્રોતાઓમાનાં એક વ્યક્તિ વારંવાર ઝોકા ખાઇ રહી હતી. તથાગતે આ ઉંઘતી વ્યક્તિને પૂછ્યુ: “વત્સ ઉંઘી રહ્યા છો?” એકાએક સભાન બની ઝોલા ખાઇ રહેલ વ્યક્તિ એ કહ્યુ:: “ના ભગવન”.           

     પ્રવચન પૂર્વવત આગળ ચાલ્યુ. થોડી વાર માં પેલો શ્રોતા ફરી ઉંઘમાં ઝોકા ખાવા લાગ્યો. ભગવાન બુધ્ધે તેને ત્રણ ચાર વાર જગાડ્યો. દરેક વખતે તે એક જ જવાબ આપતો ના ભગવન. અને પાછો ઉંઘવા લાગતો.                                                                   

     ભગવાન બુધ્ધે છેલ્લીવાર તેને પૂછ્યુ: વત્સ જીવિત છો?” ત્યારે તે શ્રોતા એ અગાઉની જેમ જ જવાબ આપી દીધો: ”ના ભગવન” અને શ્રોતા ગણ માં હાસ્ય નું મોજુ ફેલાઇ ગયું. ભગવાન બુધ્ધ પણ હસી પડ્યા. પરંતુ પછી તરત જ ગંભીર થઇ ને કહ્યું: “વત્સ! ઉંઘમાં પણ તે સાચો જ જવાબ આપ્યો. ઉંઘમાં વ્યક્તિ મૃતક સમાન જ હોય છે. એટલે તે ના પાડી તે બરોબર છે. દેખાવથી આપણે ભલે જાગતા હોઇએ પરંતુ જ્યાં સુધી આપણી અંદર વિવેક અને પ્રજ્ઞા જાગતી નથી ત્યાં સુધી આપણે મૃતક સમાન જ છીએ.